GUJARAT

બહારનું આ’રોગ’વું જોખમી: જૈન ગૃહઉદ્યોગના અથાણામાંથી ગરોળી નીકળી, મહિનાથી બે દિવસે ઝાડા-ઊલટી થતાં, 10 દિવસમાં છઠ્ઠીવાર ફૂડમાંથી જીવ-જંતુ નીકળ્યું – Ahmedabad News


ગુજરાતમાં છેલ્લા 10 દિવસમાં ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી જીવ-જંતુ નીકળવાના છથી વધુ કિસ્સાઓ સામે આવ્યા છે, પરંતુ આ સિલસિલો હજુ અટકવાનું નામ ન લેતો હોય એમ ગઈકાલે (27 જૂન) અમદાવાદમાં અથાણામાંથી મરેલી ગરોળી નીકળી હતી. શહેરના જોધપુર વિસ્તારમાં આવેલા જૈન ગૃહ

.

એક મહિનાથી ઝાડા-ઊલટી થતાં હતાં
અમદાવાદનાના જોધપુર વિસ્તારમાં રહેતા પરિવારે 28 મેના રોજ વેજલપુરના શ્રેયસ કોમ્પ્લેક્સમાં આવેલા જૈન ગૃહઉદ્યોગમાંથી અથાણું ખરીદ્યું હતું. દરરોજ થોડું-થોડું અથાણું વપરાશમાં લેવાતું હતું. 27 જૂન ને ગુરુવારે જ્યારે અથાણાની બરણીથી અથાણું કાઢ્યું ત્યારે છેલ્લા ભાગમાં નાનકડી ગરોળી નીકળી હતી. આ અથાણું સાણંદના શુભ અથાણા ભંડાર દ્વારા બનાવવામાં આવ્યું હોવાનું જાણવા મળ્યું છે. પરિવાર દ્વારા રોજબરોજ અથાણું ખાવામાં લેવામાં આવતું હતું, જેથી છેલ્લે એક મહિનાથી પરિવારને ઝાડા-ઊલટીની અસર પણ થઈ હતી.

પરિવાર રોજબરોજ અથાણું ઉપયોગમાં લેતો.

‘કંપનીમાં ફોન કર્યો તો ભૂલ થઈ ગઈ એવું પણ ન કહ્યું’
ભોગ બનનારાં પરિવારનાં હિનાબેન રાવલે જણાવ્યું હતું કે અમે એક મહિના પહેલાં આ અથાણાનો ડબ્બો ખરીદ્યો હતો. અડધા ઉપર અમે અથાણું ખાધા બાદ ગઈકાલે જ્યારે રાત્રે અથાણું ખાવા માટે કાઢ્યું અને જોયું તો એમાં ગરોળી નીકળી હતી. પહેલા અમને એવું લાગ્યું કે કેરીનો કોઈ ટુકડો હશે, પરંતુ એ ગરોળી નીકળી હતી. જ્યારે અમે કેરીનું અથાણું જે સાણંદ વિસ્તારમાં મેન્યુફેક્ચરિંગ થતું હતું એ કંપનીમાં ફોન કર્યો તો તેઓ અમને કોઈ સરખો જવાબ આપ્યો નહોતો. માત્ર અમે ડબ્બો બદલી આપીએ એવું કહી દીધું હતું. સોરી ભૂલ થઈ ગઈ કે એવું કંઈ જ અમને કહ્યું નહીં, માત્ર ડબ્બો બદલી આપવાની વાત કરી હતી.

પંજાબી શાકમાંથી વંદો નીકળ્યાનો વીડિયો ગ્રાહકે વાઇરલ કર્યો.

પંજાબી શાકમાંથી વંદો નીકળ્યાનો વીડિયો ગ્રાહકે વાઇરલ કર્યો.

મયૂર હોટલના પંજાબી શાકમાંથી વંદો નીકળ્યો
થોડા દિવસ પહેલાં અમદાવાદ શહેરના નરોડા વિસ્તારમાં આવેલી મયૂર હોટલના પંજાબી શાકમાંથી પણ વંદો નીકળ્યો હોવા અંગેનો વીડિયો સોશિયલ મીડિયામાં વાઇરલ કરવામાં આવ્યો છે. જે પંજાબી શાક હતું એમાં જ્યારે ગ્રાહકે કાઢયું ત્યારે એમાં વંદા જેવું નીકળ્યું હતું. આ અંગેનો વીડિયો ઉતારીને સોશિયલ મીડિયામાં પણ મૂકવામાં આવ્યો છે. દિન-પ્રતિદિન ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી આ રીતે જીવાત અને વંદાઓ નીકળવાની ઘટનાઓ બની રહી છે. ત્યારે ફૂડ વિભાગની ટીમની કામગીરી સામે અનેક સવાલો ઊભા થઈ રહ્યા છે. AMC ફૂડ વિભાગ દ્વારા વિવિધ હોટલ અને રેસ્ટોરન્ટમાં આવેલા રસોડામાં ક્યાંય ચેકિંગ કરવામાં આવતું નથી, જેના કારણે આવી ઘટનાઓ વધી રહી છે.

નિકોલ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ.

નિકોલ વિસ્તારમાં આવેલી રેસ્ટોરન્ટ.

દેવી ઢોંસામાં સાંભરમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું
19 જૂન, 2024ના રોજ અમદાવાદના નિકોલ વિસ્તારમાં આવેલી દેવી ઢોંસા નામની રેસ્ટોરન્ટ એક ગ્રાહક પરિવાર સાથે જમવા ગયો હતો. તેમણે ઢોંસાનો ઓર્ડર આપ્યો હતો. ઢોંસા આપતાં પહેલાં સંભાર અને ચટણી આપવામાં આવી હતી. સંભારના જગમાંથી તેમણે વાટકીમાં જ્યારે સંભાર કાઢ્યો ત્યારે એમાં ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું, જેના કારણે તાત્કાલિક તેમણે રેસ્ટોરન્ટમાં હાજર વ્યક્તિને બોલાવી અને બતાવ્યું હતું. ખાણી-પીણીની ચીજવસ્તુઓમાંથી આ રીતે ઉંદરનું બચ્ચું નીકળ્યું હોવાથી મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગની ટીમને પણ ફરિયાદ કરી હતી.

દેવી ઢોંસાના સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું.

દેવી ઢોંસાના સંભારમાંથી ઉંદરનું બચ્ચું નીકળ્યું હતું.

બાળકી વેફર ખાઈ રહી હતી ને…
જામનગરમાં પુષ્કરધામ સોસાયટી શેરી નંબર-5માં રહેતા જસ્મિન પટેલ નામની વ્યક્તિની ભત્રીજીએ 19 જૂનના પ્રોવિઝન સ્ટોર પરથી બાલાજી વેફરનું પેકેટ ખરીદ્યું હતું. એ પેકેટને ઘરે લઈ ગયા પછી એને ખોલતાં એમાંથી મૃત હાલતમાં દેડકો મળ્યો હોવાનો જસ્મિન પટેલે આક્ષેપ કર્યો હતો. વેફરમાંથી રાત્રે દેડકો નીકળતાં તેમણે પેકેટવાળીને મૂકી દીધુ હતું અને સવારે જસ્મિન પટેલે જામનગર મહાનગરપાલિકાની ફૂડ શાખાનો સંપર્ક કર્યો હતો.

જામનગરમાં બાળકી માટે લીધેલી બાલાજી વેફરમાંથી દેડકો નીકળ્યો.

જામનગરમાં બાળકી માટે લીધેલી બાલાજી વેફરમાંથી દેડકો નીકળ્યો.

ફરાળી સોડા પીધી ને ઊલટીઓ થવા લાગી
ગત 26 જૂનના રોજ અમદાવાદ શહેરના સરખેજ વિસ્તારમાં એક યુવકે ફરાળી સોડા નામની સોડાની બોટલ ખરીદી અને પીધી હતી. ત્યારે અચાનક જ તેને ઊલટી થવા લાગી હતી. ત્યાર બાદ તેને હોસ્પિટલ લઈ જવામાં આવ્યો હતો. સોડાની બોટલમાં કાનખજૂરો નીકળ્યો હોવાનો આક્ષેપ કરવામાં આવ્યો હતો. સરખેજના ઢાળ વિસ્તારમાં રહેતા સૂફિયાન નામના યુવકે એક દુકાનમાંથી ફરાળી સોડાની બોટલ ખરીદી અને પીધી હતી. થોડી સોડા પીતાંની સાથે જ તેને ઊલટી થવા લાગી હતી. જેથી તેણે બોટલમાં જોયું તો એમાં કોઈ જીવજંતુ હતું. એ બાદ તેને તાત્કાલિક સારવાર માટે હોસ્પિટલ ખસેડવામાં આવ્યો હતો. જ્યારે સોડાની બોટલમાં જોયું તો એમાં કાનખજૂરો નીકળ્યો હતો. આ અંગેનો વીડિયો બનાવીને સોશિયલ મીડિયામાં પણ વાઈરલ કરવામાં આવ્યો હતો. આ મામલે તેમણે મ્યુનિસિપલ કોર્પોરેશનના ફૂડ વિભાગમાં ફરિયાદ કરી છે.

સોડા બનાવનારનો અન્ય વ્યક્તિ દ્વારા રિફિલિંગ કરાયાનો આક્ષેપ
ફરાળી સોડા નામની સોડા બનાવનાર માલિક વિજયભાઈએ જણાવ્યું હતું કે ગ્રાહક દ્વારા અમને ફરિયાદ કરવામાં આવી હતી. આ મામલે તેમની સાથે વાતચીત કરી હતી અને માફી પણ માગી છે. સોડાની બોટલમાં કાનખજૂરો આવી શકે નહીં. જોકે અમારી બ્રાન્ડનું કોઈ અન્ય વ્યક્તિ રિફિલ કરીને બજારમાં વેચાણ કરે છે એવું અમારા ધ્યાનમાં આવ્યું છે. સોડાની બોટલ રિયુઝ કરીએ છીએ, જેથી અન્ય કોઈ વ્યક્તિ દ્વારા રિફિલિંગ કરીને વેચાણ કરવામાં આવે છે. કોઈ વ્યક્તિએ બોટલ રિયુઝ કરી હોઈ શકે છે. આ મામલે ગ્રાહકને અમે સમજાવ્યા હતા કે અમારા ત્યાં સાફ-સફાઈ હોય છે અને કાનખજૂરો બોટલમાં આવી શકે નહીં. જોકે તેઓ માનવા માટે તૈયાર નહોતા.

ચટાકેદાર ચવાણામાંથી ગરોળી નીકળી
ગત 23 જૂનના રોજ બનાસકાંઠામાં આનંદ નમકીનના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળતાં લોકોમાં ચકચાર મચી ગઈ હતી. થરાદ પંથકમાં ગ્રાહકે આનંદનું ચવાણું ખરીદ્યું હતું, જેમાંથી મરેલી ગરોળી નીકળતાં ગ્રાહકે ફૂડ એન્ડ ડ્રગ્સમાં રજૂઆત કરી હતી. એ બાબતે તપાસ કરી લોકોના આરોગ્ય સાથે ચેડાં કરતી આવી કંપની સંચાલકો સામે કાર્યવાહી કરવા ગ્રાહકે માગ કરી હતી.

બનાસકાંઠામાં આનંદ નમકીનના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી.

બનાસકાંઠામાં આનંદ નમકીનના ચવાણાના પેકેટમાંથી મરેલી ગરોળી નીકળી.

ચવાણા કંપનીએ હાથ ખંખેર્યા
થરાદ તાલુકાના કરબૂણ ગામના વીરમાજી રાજપૂતે જણાવ્યું હતું કે મેં આજથી અંદાજિત 10થી 15 દિવસ પહેલાં આનંદ નમકીનનાં બે પેકેટ ચવાણું છોકરાઓને નાસ્તા માટે લાવ્યો હતો. બે-ત્રણ દિવસ છોકરાએ નાસ્તો કરતાં ઝાડા-ઊલટી જેવું લાગ્યું હતું. જેથી પેકેટ ​​​​​​એક્સપાયરી ડેટ બહારનું નથી એ ચેક કરવા પેકેટ જોયું તો એક્સપાયરી ડેટ બહારનું ન હતું, પરંતુ અંદરથી એક મૃત ગરોળી ભરાઇ ગયેલી હતી. એ બાબતે કંપનીને જાણ કરતાં કંપની દ્વારા કહેવામાં આવ્યું કે અમારામાં આવું હોય નહીં, તમે કંઈ કર્યું હોય તો તમે જાણો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!