GUJARAT

વડોદરા સમાચાર: પાર્ક પ્લાઝા રેસિડેન્શિયલ એસોસિએશનના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી, બાળ ક્લ્યાણ સમિતિ વડોદરા દ્વારા ધો-10 અને 12માં ઉતીર્ણ થયેલ વિદ્યાર્થીઓનું અભિવાદન કરાયું – Vadodara News


બાળ કલ્યાણ સમિતિ વડોદરાના ઉપક્રમે ધોરણ-10 અને 12ની પરીક્ષામાં ઉત્તીર્ણ થયેલા વિદ્યાર્થીઓ માટે શિલ્ડ વિતરણનો કાર્યક્રમ સમાજ સુરક્ષા સંકુલ ખાતે રાખવામાં આવ્યો હતો. બાળક્લ્યાણ સમિતિના ચેરમેન શંકરલાલ ત્રિવેદીના અધ્યક્ષપણા હેઠળ અને સભ્ય ભારતીબેન બારોટ, ઘન

.

જિલ્લા સમાજ સુરક્ષા અધિકારીએ વિદ્યાર્થીઓને માર્ગદર્શન આપ્યું
વડોદરા જિલ્લાના વિવિધ બાળ સંભાળ ગૃહોમાંથી અધિક્ષકો તેમજ ધોરણ-10 અને 12માં પાસ થયેલા તેજસ્વી તારલાઓ પણ ઉપસ્થિત રહ્યા હતા. આ તમામ બાળકોને ભવિષ્યમાં ભણવામાં વધુ પ્રોત્સાહન મળે તે હેતુથી ચેરપર્સન શંકરલાલ ત્રિવેદી, જિલ્લા સમાજ સુરક્ષા અધિકારી મયંકભાઇ ત્રિવેદી દ્વારા માર્ગદર્શન આપવામાં આવ્યું હતું. તમામ બાળકોને શીલ્ડ વિતરણનું કાર્યક્રમ હાથ ધરેલ અને તમામ સંસ્થાના બાળકો અભ્યાસ પ્રત્યે જાગૃત બને તે માટે શૈક્ષણિક કીટ વિતરણ કરવા અંગે જાહેરાત કરવામા આવી હતી.સમાજ સુરક્ષા સંકુલની ટીમ તથા સંધ્યાબેન દ્વારા કાર્યક્રમનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું. જિલ્લા બાળ સુરક્ષા અધિકારી શ્રી અમિતભાઈ વસાવાએ આભારવિધિ કરી હતી.

યોગ દિવસની ઉજવણી કરવામાં આવી
વડોદરાના પાર્ક પ્લાઝા ગાર્ડન ખાતે યોગ ટ્રેનર નિરાલી શરણે ગુજરાત રાજ્ય યોગ બોર્ડ અને પાર્ક પ્લાઝા રેસિડેન્શિયલ એસોસિએશનના સહયોગથી આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરવામાં આવી હતી. જેમાં મોટી સંખ્યામાં મહિલાઓ અને બાળકીઓ હાજર રહી હતી અને તેમણે યોગ કરીને આજે આંતરરાષ્ટ્રીય યોગ દિવસની ઉજવણી કરી હતી.

વિશ્વ વસ્તી દિન અંતર્ગત પખવાડિક ઉજવણીનું આયોજન
11 મી જુલાઈને વિશ્વ વસ્તી દિવસ તરીકે ઓળખવામાં આવે છે. સાંપ્રત સમયમાં સમગ્ર વિશ્વ વસ્તી વધારાના કારણે અનેક વિકટ પરિસ્થિતિઓનો સામનો કરી રહ્યું છે. વિશ્વમાં વસ્તી વધારાની સમસ્યા પ્રત્યે લોકોમાં જાગૃતિ વધારવા તથા વધતી જતી વસ્તીને નિયંત્રિત કરવા માટે સંયુક્ત રાષ્ટ્ર સંધની સંચાલન પરિષદ દ્વારા ઈ.સ 1989 થી ‘વિશ્વ વસ્તી દિન’ ઉજવવામાં આવે છે. જિલ્લાના આરોગ્ય વિભાગ દ્વારા વસ્તી નિયંત્રણ માટે જનજાગૃતિ તથા કુટુંબ નિયોજનની અલગ અલગ પદ્ધતિઓની સ્વીકૃતિમાં વધારો થાય તે માટે આરોગ્ય વિભાગ દ્વારા જિલ્લાના ગ્રામ્ય વિસ્તારોમાં વિવિધ કાર્યક્રમોનું સુચારૂ આયોજન કરવામાં આવ્યું છે. જિલ્લાના મુખ્ય આરોગ્ય અધિકારી ડો. મીનાક્ષી ચૌહાણ જણાવ્યા અનુસાર, પ્રથમ તબક્કામાં વિશ્વ વસ્તી દિવસની ઉજવણીનો મુખ્ય ઉદ્દેશ સામાન્ય નાગરિકોમાં જાગૃતિ વધારવાનો છે. વધુમાં ગર્ભાવસ્થાનો સ્વસ્થ સમય અને અંતર દ્વારા માતાઓ અને બાળકોના સ્વાસ્થ્ય અને સુખાકારીમાં યોગદાન પ્રદાન થાય તે માટે જિલ્લામાં ગ્રામ્ય સ્તરે કામગીરી ઝુંબેશની જેમ ચાલી રહી છે.

11 જુલાઈના રોજ પંચાયતી રાજના સભ્યોને જોડીને ઊજવણી કરાશે
બીજો તબક્કો તા.27/06/2024થી તા.10/07/2024 સુધી ચાલશે જેમાં કુટુંબ નિયોજનના મહત્વ વિશે જન જાગૃતિ લાવવા માટે સામુદાયિક બેઠકો, શિબિર તેમજ પરિસંવાદોનું આયોજન કરવામાં આવનાર છે. તેમજ ઘરે-ઘરે મુલાકાત લઈને સગર્ભાવસ્થા દરમ્યાન અંતરના ફાયદાઓ વિશે પરિવારોને શિક્ષિત કરવામાં આવશે. લોકજાગૃતિ માટે 11 જુલાઈના રોજ પંચાયતી રાજના સભ્યોને પણ જોડીને વિશ્વ વસ્તી દિવસની ઉજવણી કરાશે.

કુટુંબ નિયોજનની રીત અંગે લોકોનું પરામર્શ કરવામાં આવશે
​​​​​​​
ત્રીજો તબક્કો તા.11/07/2024થી તા.24/07/2024 સુધીનો છે જેને સેવાઓ પૂરી પાડવા અંગેનું પખવાડિયું તરીકે ઉજવવાનું નક્કી કરવામાં આવ્યું છે. જેમાં પી.એચ.સી, સી.એસ.સી અને આયુષ્માન આરોગ્ય મંદિર સબ સેન્ટર લેવલે કુટુંબ નિયોજનની રીત અંગે લોકોનું પરામર્શ કરવામાં આવશે. વિશ્વ વસ્તી દિનના પખવાડિયાના અંતિમ તબક્કામાં ઝુંબેશને સફળ બનાવનાર સન્માનિત કરીને પ્રોત્સાહિત કરવામાં આવનાર છે. ​​​​​​​જિલ્લામાં ચાલી રહેલી વિશ્વ વસ્તી દિનની ઉજવણી નિમિત્તે રાષ્ટ્રીય વસ્તી નીતિને સફળ બનાવવા માટે તેમજ આ કાર્યક્રમમાં ભાગ લઈને દેશના વિકાસમાં સહભાગી થવા માટે જિલ્લા મુખ્ય આરોગ્ય અધિકારીની અખબાર યાદીમાં જણાવાયું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!