GUJARAT

આજથી ધો. 10-12 બોર્ડની પૂરક પરીક્ષા: રાજ્યભરમાં 2.38 લાખ વિદ્યાર્થીની બે તબક્કામાં કસોટી, અગાઉ જે કચાશ રહી ગઈ તે દૂર કરીને પાસ થઈશઃ પરીક્ષાર્થી – Ahmedabad News


ગુજરાત બોર્ડની ધોરણ 10 અને 12ની પૂરક પરીક્ષા આજથી (24 જૂન) શરૂ થઈ છે. ધોરણ 10 અને 12માં નાપાસ થયેલા અને પોતાનું પરિણામ સુધારવા માંગતા વિદ્યાર્થીઓની પૂરક પરીક્ષા આજથી શરૂ થઈ છે. રાજ્યભરમાં 2.38 લાખ વિદ્યાર્થીઓ પરીક્ષા આપવામાં છે. ધોરણ 12 સાયન્સના વિદ્

.

ધો.12ની બપોર બાદ પરીક્ષા
આજે સવારે 10 વાગ્યાથી ધોરણ 10ની પૂરક પરીક્ષા શરૂ થઈ છે. ધોરણ 10માં 13,7025 વિદ્યાર્થીઓ પૂરક પરીક્ષા આપી રહ્યા છે. ધોરણ 12 સામાન્ય પ્રવાહ અને વિજ્ઞાન પ્રવાહની પરીક્ષા બપોરે 3 વાગ્યાથી શરૂ થશે. તો ધોરણ 12 સામાન્ય પ્રવાહમાં 66,085 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે. જ્યારે ધોરણ 12 વિજ્ઞાન પ્રવાહમાં 34,920 વિદ્યાર્થીઓ પરીક્ષા આપવાના છે.

ધો. 10ની પરીક્ષાનો સમય સવારના 10નો તો ધો. 12ની પરીક્ષાનો સમય બપોરના 3 વાગ્યાનો છે.

અમદાવાદના 49 સેન્ટર પર પૂરક પરીક્ષા
બોર્ડની નિયમિત પરીક્ષાની જેમ જ પૂરક પરીક્ષા લેવામાં આવી રહી છે. અમદાવાદના 49 સેન્ટર પર પૂરક પરીક્ષા યોજાઈ રહી છે. વિદ્યાર્થીઓનું ચેકિંગ કરીને જ તેમને અંદર પ્રવેશ આપવામાં આવ્યો છે. વિદ્યાર્થીઓને કોઈપણ ઇલેક્ટ્રોનિક ઉપકરણ સાથે લઈ જવા પર પ્રતિબંધ છે. માત્ર પાઉચ, પાણીની ટ્રાન્સપરન્ટ બોટલ અને ટ્રાન્સપરન્ટ પાટીયું જ અંદર લઈ જવા દેવામાં આવી રહ્યું છે.

પ્રથમ દિવસે સમય કરતા વહેલા એન્ટ્રી અપાઈ છેઃ આચાર્ય
પરીક્ષા અંગે સીએન સ્કૂલના આચાર્ય ધવલ પાઠકે જણાવ્યું હતું કે, બોર્ડની ગાઈડલાઈન મુજબ જ વિદ્યાર્થીઓની પરીક્ષા લેવામાં આવી રહી છે. હોલ ટિકિટમાં ચેક કરીને વિદ્યાર્થીઓને પ્રવેશ આપવામાં આવી રહ્યો છે. વિદ્યાર્થીઓને કોઈ પણ ઈલેક્ટ્રોનિક ગેજેટ સાથે લઈ જવા દેવામાં આવી રહ્યું નથી. આજે પ્રથમ દિવસ હોવાથી સમય કરતા વહેલા એન્ટ્રી આપવામાં આવી છે.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વહેલો પ્રવેશ અપાયો.

પ્રથમ દિવસે વિદ્યાર્થીઓને વહેલો પ્રવેશ અપાયો.

અગાઉ જે કચાશ રહી ગઈ તે આ પરીક્ષામાં દુર કરીશેઃ અક્ષત
તો અક્ષત નામના વિદ્યાર્થીએ જણાવ્યું હતું કે, હું ગુજરાતી, હિન્દી અને વિજ્ઞાનમાં એમ ત્રણ વિષયમાં નાપાસ થયો હતો. જેથી ત્રણ વિષયની પૂરક પરીક્ષા આપવા આવ્યો છું. અગાઉ જે કચાશ રહી ગઈ તે દૂર કરીને આજે પરીક્ષા આપીને પાસ થઈશ.

ધોરણ 12 સાયન્સ (બપોરે 3થી 6:30 વાગ્યા સુધી)

તારીખ વિષય
24 જૂન ભૌતિક વિજ્ઞાન
25 જૂન અંગ્રેજી
26 જૂન રસાયણ વિજ્ઞાન
1 જુલાઈ ગણિત
2 જુલાઈ ગુજરાતી
3 જુલાઈ જીવ વિજ્ઞાન

ધોરણ 12 સામાન્ય પ્રવાહ (બપોરે 3 વાગ્યાથી 6:15 વાગ્યા સુધી)

તારીખ વિષય
24 જૂન આંકશસ્ત્ર
25 જૂન અર્થશાસ્ત્ર
26 જૂન ગુજરાતી
1 જુલાઈ વાણિજ્ય વ્યવસ્થા
2 જુલાઈ કોમ્પ્યુટર
3 જુલાઈ નામના મૂળતત્વો
4 જુલાઈ

સેક્રેટ્રિયલ પ્રેક્ટિસ અને વાણિજ્ય વ્યવસ્થા

5 જુલાઈ રાજ્યશાસ્ત્ર
6 જુલાઈ ઇતિહાસ

ધોરણ 10 (સવારે 10થી બપોરે 1:15 સુધી)

તારીખ વિષય
24 જૂન ગુજરાતી
25 જૂન અંગ્રેજી
26 જૂન વિજ્ઞાન
1 જુલાઈ સામાજિક વિજ્ઞાન
2 જુલાઈ

ગુજરાતી (દ્વિતીય ભાષા)

3 જુલાઈ સ્ટાન્ડર્ડ/બેઝિક ગણિત
4 જુલાઈ હિન્દી/સંસ્કૃત



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!