અમરેલી

Video: કાળઝાળ ગરમી વચ્ચે સાવરકુંડલા તાલુકાના ગધકડા ગામમાં પાણીની તંગી


હાલ રાજ્યમાં કાળઝાળ ગરમી પડી રહી છે, ત્યારે અનેક વિસ્તારમાં લોકોને પીવાના પાણી માટે રઝળપાટ કરવી પડે છે. રાજ્યમાં મોટા ભાગના તળાવ, જળાશયો, ડેમો, કુવામાં તળિયા દેખાવા લાગ્યા છે. અમરેલી જિલ્લાના સાવરકુંડલાના તાલુકાના ગધકડા ગામમાં પાણીની પારાયણ સર્જાઈ છે. ઉલ્લેખનીય છે કે, ગધકડા ગામએ સાવરકુંડલા તાલુકા પંચાયતના પ્રમુખનું ગામ છે. તેમ છતાં ગધકડા ગામને પાણી વગર વલખા મારવાનો વારો આવ્યો છે.

છેલ્લા એક મહિનાથી ગધકડા ગામના લોકો પાણી માટે આમતેમ ભટકી રહ્યાં છે. ગામમાં નર્મદાનું પાણી પણ 15 દિવસે એક વાર આવે છે અને તે પણ અપૂરતા પ્રમાણમાં આવતુ હોય છે. ગધકડા ગામમાં કુવા, ડંકીઓ પાણી વગર ફક્ત શોભાના ગાંઠિયા સમાન બનીને રહી ગયા છે. ત્યારે ગામ લોકોને પાણી વગર પોતાના રોજિંદા કામોમાં પણ ભારે તકલીફ પડતી હોય છે. જેના કારણે ગામ લોકોમાં ભારે રોષ જોવા મળી રહ્યો છે. ગામ લોકોએ એકત્ર થઈને ‘પાણી આપો, પાણી આપો’ના સૂત્રોચ્ચાર કર્યા હતા.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!