અમરેલી

Loksabha Election 2024: જાફરાબાદમાં ચૂંટણી ફરજમાં મહિલાકર્મી ઢળી પડતા મોત


  • લોકસભાની ચૂંટણીમાં મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત
  • જાફરાબાદ શહેરની સાગર શાળામાં ફરજ પર હતા મહિલા
  • હોસ્પિટલના તબીબ દ્વારા મૃત જાહેર કરાતા કર્મચારીઓમાં શોક

અમરેલી લોકસભા ચૂંટણીમાં એક મહિલા કર્મચારીનું ફરજ દરમિયાન મોત થયું છે. જાફરાબાદ શહેરના સાગર શાળામાં ચૂંટણી ફરજ બજાવતા કૌશિકાબેન બાબરિયા અચાનક પડી ગયા હતા. આથી 108 મારફતે રાજુલાની ખાનગી હોસ્પિટલમાં ખસેડ્યા હતા. ફરજ પરના તબીબ દ્વારા મૃત જાહેર કરતા કર્મચારીઓમાં શોક વ્યાપી ગયો હતો. પીએમ માટે સિવિલ હોસ્પિટલમાં ખસેડવામાં આવશે. હાલ તો હાર્ટએટેકના કારણે મોત થયાનું પ્રાથમિક અનુમાન છે.

જાણો હાર્ટ એટેકના લક્ષણો

છાતીનો દુખાવો

ઘણી વખત તમારા માતા-પિતા અને તમે છાતીના દુખાવાને ગેસ અથવા એસિડિટી તરીકે અવગણો છો. જો તમારા માતા-પિતાને છાતીમાં દુખાવો કે દબાણ લાગે તો તે હાર્ટ એટેકનો સંકેત હોઈ શકે છે. આ લક્ષણોને અવગણો નહીં અને તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો. બહુ ઓછા કિસ્સાઓમાં જોવા મળ્યું છે કે કોઈને છાતીમાં દુખાવા વગર જ હાર્ટ એટેક આવી જાય છે.

ગળામાં-જડબામાં દુખાવો

જો તમને અથવા તમારા માતા-પિતાને છાતીમાં દુખાવો થાય છે જે તેમના ગળા અને જડબામાં ફેલાય છે, તો તે હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે.

વધુ પડતો પરસેવો

કોઈપણ વર્કઆઉટ અને કામ કર્યા વગર વધુ પડતો પરસેવો થવો તે હૃદય રોગનો સંકેત હોઈ શકે છે. જ્યારે હૃદય યોગ્ય રીતે લોહી પમ્પ કરવામાં અસમર્થ હોય છે ટો ત્યારે કોઈ કારણ વગર જ વધુ પડતો પરસેવો થાય છે. જો આ લક્ષણ તમને જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરની સલાહ મેળવો.

ચક્કર આવવા

ચક્કર આવવા એ લો બ્લડ પ્રેશરની સમસ્યા હોઈ શકે છે. જો તમારા માતા-પિતાના શરીરમાં આ પ્રકારના લક્ષણો જોવા મળે છે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો. લો બ્લડ પ્રેશરના કારણે શરીરમાં બ્લડ ફળો ઓછું થઈ જાય છે. તેના કારણે લોહીનો પ્રવાહ હૃદય સુધી યોગ્ય રીતે પહોંચતો નથી અને હાર્ટ એટેકનું જોખમ વધે છે.

ઉલટી, ઉબકા અને ગેસ

ઉલટી પછી ઉબકા થવા તે પણ હાર્ટ એટેકનું પ્રારંભિક લક્ષણ હોઈ શકે છે. જો તમને કે તમારા માતા-પિતાને આવા લક્ષણો લાગે તો તાત્કાલિક ડોક્ટરથી તપાસ કરાવો.

પગમાં સોજો

પગમાં સોજો, ગુટણમાં સોજો અને પગના તળિયામાં સોજો આવવાનું કારણ પણ હૃદયરોગ સાથે સંકળાયેલ હોઈ શકે છે. ઘણી વખત, હૃદયમાં યોગ્ય રક્ત સર્ક્યુલેશનના અભાવને કારણે, પગ, પગની ઘૂંટીઓ અને તળીયામાં સોજો આવે છે.

હાઈ બ્લડ પ્રેશર

તાજેતરમાં હાઈ બ્લડ પ્રેશરની સમસ્યા લોકોમાં સામાન્ય બની ગઈ છે. સામાન્ય રીતે 50 વર્ષની ઉંમર પછી આ રોગનું જોખમ વધે છે. તમે તમારા માતા-પિતાનો દર અઠવાડિયે ડિજિટલ બ્લડ પ્રેશર માપવાની મશીનની મદદથી બ્લડ પ્રેશર ચેક કરી શકો છે. જો તમારા માતાપિતા હાઈ બ્લડ પ્રેશરથી પીડાતા હોય, તો તમારે નિયમિત તપાસ કરાવવી જોઈએ. અનિયંત્રિત હાઈ બ્લડ પ્રેશર તમારા હૃદયને સખત મહેનત કરી શકે છે જેનાથી હાર્ટ એટેકનું જોખમ વધે છે.

હાઈ બ્લડ સુગર

હાઈ બ્લડ સુગરથી કોરોનરી આર્ટરી ડિસીઝનું જોખમ વધારે છે. લોહીમાં ખાંડના સ્તરમાં વધારો થવાને કારણે, કોરોનરી ધમનીઓ સાંકડી થઈ જાય છે. આ રક્ત વાહિનીઓના કાર્યને અવરોધે છે. તેથી હૃદયની તંદુરસ્તી જાળવવા માટે સમયાંતરે બ્લડ સુગર લેવલ તપાસવું મહત્વનું છે.

હાઈ કોલેસ્ટ્રોલ

કોલેસ્ટ્રોલ શરીરના દરેક કોષમાં જોવા મળતું ચરબી જેવું પદાર્થ છે. તે લોહીમાં કોલેસ્ટ્રોલ વધારે છે અને રક્ત વાહિનીઓમાં જમા થાય છે. તેના કારણે ધમનીઓ સાંકડી થઈ જાય છે અને કોરોનરી આર્ટરી ડિસીઝ એટલે કે હૃદયરોગનું જોખમ વધે છે. તમારા કોલેસ્ટ્રોલનું લેવલ નિયમિત ચેક કરાવો. તમારા આહારમાં આખા અનાજ, લીલા શાકભાજી અને ફળોનો સમાવેશ કરો.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!