અમરેલી

Amreliમાં પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીને લઈ કહયું,મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવું


  • પ્રતાપ દૂધાત નિલેશ કુંભાણીને લઈ આકરા પાણીએ
  • અમરેલી જિલ્લામાંથી સ્માર્ટ મીટરને લઈ આંદોલન થવાની શકયતા : પ્રતાપ દૂધાત
  • ચૂંટણીમાં જે કાર્યકર્તાઓએ મહેનત કરી છે તે તમામનો આભાર : પ્રતાપ દૂધાત

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત કોંગ્રેસની કાર્યકર્તા આભાર દર્શન મિંટીંગનુ આયોજન કરવામાં આવ્યું હતું.આ કાર્યક્રમમાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણીના નિવેદન પર પલટવાર કરતા વધુ એક વિવાદ સર્જાવાની શક્યતા છે.

તમામ કાર્યકર્તાઓનો આભાર

અમરેલી લોકસભા બેઠકની ચૂંટણીનુ મતદાન પુર્ણ થયા બાદ આજે પ્રથમ વખત અમરેલી જિલ્લા કોંગ્રેસ કાર્યાલય ખાતે ઈન્ડિયા ગઠબંધનની આભાર દર્શન બેઠક મળી હતી,આ બેઠકમાં માજી સાંસદ વિરજી ઠુમ્મર,અમરેલી કોગ્રેસ લોકસભાના ઉમેદવાર જેની ઠુમ્મર તેમજ જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાત સહિતના આગેવાનો અને કાર્યકરો મોટી સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા આ બેઠક સંબોધતા જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે કાર્યકરોનો આભાર માનવાની સાથે સાથે કોંગ્રેસ પાર્ટીની આગામી રણનીતિઓ અંગે પણ વાત કરી હતી અને જણાવ્યું હતું કે આગામી દિવસોમાં સ્માર્ટ મીટરની સમસ્યા સામે અમરેલી જિલ્લાથી આંદોલન શરૂ કરવાની તૈયારીઓ થઈ રહી છે.

નિલેશ કુંભાણીને લઈ નિવેદન

અમરેલી ખાતે મળેલી ઈન્ડિયા ગઠબંધનની બેઠક બાદ પત્રકારો સાથે વાત કરતાં જીલ્લા કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દૂધાતે સુરતના નીલેશ કુંભાણી પર પલટવાર કર્યો હતો અને જણાવ્યું હતું કે મર્દ માણસ હોય તો જાહેરમાં રહેવુ જોઈએ છુપાઈને નહી અમરેલી ખાતે મળેલી બેઠકમાં પ્રતાપ દૂધાત દ્વારા સ્માર્ટ મીટર સામેની લડાઈની જાહેરાત અને નિલેશ કુંભાણી પરનો પલટવાર નવો વળાંક સર્જે તો નવાઈ નહીં.

25 દિવસ અગાઉ પણ પ્રતાપ દૂધાતે કુંભાણીને લઈ નિવેદન આપ્યું હતું

અમરેલીમાં કોંગ્રેસના કાર્યાલય પ્રસંગે કોંગ્રેસના કાર્યકર્તાઓને સંબોધતાં સાવરકુંડલાના પૂર્વ ધારાસભ્ય અને અમરેલી જિલ્લા કોંગ્રેસ-પ્રમુખ પ્રતાપ દૂધાતે નિલેશ કુંભાણી અને તેમના ટેકેદારો પર પ્રહાર કર્યા હતા. સુરત લોકસભા બેઠક પર કોંગ્રેસના ઉમેદવાર નિલેશ કુંભાણીના ટેકેદારોની સહી ખોટી હોવાના કારણે તેનું ફોર્મ રદ થયું હતું. કુંભાણીનું ફોર્મ રદ થયા બાદ સુરત લોકસભા બેઠક પર અન્ય પક્ષના અને અપક્ષોએ ઉમેદવારી પરત ખેંચી લીધા બાદ ભાજપના ઉમેદવાર બિનહરીફ થતાં કોંગ્રેસને ભારે ઝટકો લાગ્યો હતો. ત્યારે આજે પ્રતાપ દૂધાતે ચીમકી ઉચ્ચારતાં કહ્યું હતું કે પ્રતાપ દૂધાત સ્મશાને જશે ત્યાં સુધી એ સુરતના રણબંકાએ જે આપણી સાથે ગદ્દારી કરી છે એની રાખ થઈ જશે તોપણ સ્મશાનમાંથી મૂકવાનો નથી. હું પોતે આ લડાઈ લડવાનો છું. આ એટલે કહું છું કે તેણે પ્રજાની પીઠમાં ખંજર માર્યું છે. કોંગ્રેસ પાર્ટીને નુકસાન કર્યું છે, સાથે સાથે પ્રજાને માર્યું છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!