અમરેલી

Loksabha Elections 2024 : કોગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર સામે આચારસહિતાની ફરિયાદ નોંધાઈ


  • ભાજપે અમરેલી લોકસભાના કોગ્રેસના ઉમેદવાર જેની ઠુમ્મર સામે ફરિયાદ નોંધાવી
  • કોંગ્રેસના ઉમેદવાર જેની ઠુંમરને આ મુદ્દે ખુલાસો કરી જવાબ દેવા ચીફ ઓફિસર દ્વારા નોટીસ ફટકારી
  • જાહેર ભાષણ દરમિયાન વેષભુશા ધારણ કરી બંને સાઈડમાં તિરંગા ધ્વજ આપી આદર્શ સહિંતાના નિયમો ભંગ કરાયા

અમરેલીમાં ચૂંટણી પ્રચાર દરમિયાન કોંગ્રેસના મહિલા ઉમેદવારે આચારસંહિતાનો ભંગ કર્યો હોવાની ભાજપની લીગલ ટીમ દ્વારા ફરિયાદ કરાતા ચૂંટણી પંચે નોટિસ ફટકારી ખુલાસો પૂછ્યો છે. જાહેરસભામાં ભાષણ દરમિયાન કોંગ્રેસના ઉમેદવારે તેની બંને બાજુ ભારતમાતાના વેશમાં તિરંગા સાથે બે છોકરીઓને ઉભી રાખતા આચારસંહિતાનો ભંગ થયો હોવાની ફરિયાદ નોંધાવવામાં આવી છે. આ મામલે જેની ઠુમ્મરે કહ્યું હતું કે, અમરેલીની દીકરીને દબાવવાનો પ્રયાસ છે.

કોગ્રેસે ભાજપ નેતા શંકર ચૌધરી સામે પણ નોંધાવી છે ફરિયાદ

ગુજરાતમાં ચૂંટણીનો પ્રચાર ધમધમાટ શરૂ થઈ ગયો છે,ત્યારે ઉમેદવારો તેમના મત વિસ્તારમાં પ્રચાર માટે નિકળી રહ્યા છે,બનાસકાંઠા ભાજપના પીઢ નેતા શંકર ચૌધરી સામે કોગ્રેસ પક્ષે ચૂંટણીપંચમાં ફરિયાદ નોંધાવી છે.આદર્શ આચાર સહિતા મુજબ બંધારણીય પદ ધારકો કોઈપણ રાજકીય પક્ષ માટે પ્રચાર ન કરી શકે તેમજ વિધાનસભાના સ્પીકર રાજકીય પ્રવૃત્તિઓનો ભાગ ન બની શકે સાથે સાથે શંકર ચૌધરીએ આદર્શ આચારસંહિતાનો તથા સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-1 પ્રકરણ-9 નો ભંગ કરી તેઓ પ્રચારમાં જોડાયા હતા,બનાસકાંઠા ભાજપના ઉમેદવારની તરફેણમાં રાજકીય પ્રચાર શરૂ કર્યો હતો.

ગુજરાતમાં આચારસહિંતા લાગુ

ગુજરાતમાં પણ આચારસંહિતા લાગુ છે તે દરમિયાન ગુજરાત વિધાનસભાના અધ્યક્ષ શંકર ચૌધરી જેઓ બંધારણીય રીતે અધ્યક્ષપદે નિયુક્ત થાય તે દિવસથી કોઈ રાજકીય પક્ષના સભ્ય રહેતા નથી.અને તેવી જોગવાઈ સંસદીય પ્રણાલીઓ અને કાર્યરિતી ભાગ-૧ ના પ્રકરણ-9ના બીજા પેરામાં નીચે મુજબ જણાવેલ છે.જે પળેથી તે અધ્યક્ષ બને છે તે પળેથી તે રાજકીય પ્રવૃત્તિમાંથી સંપૂર્ણપણે અલિપ્ત થઈ જાય છે અને કોઈપણ પક્ષના રહેતા નથી.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!