અમરેલી

Amreli News : અમરેલીના ચલાલામાં વન વિભાગે આંખલાને બેભાન કરી પાંજરે પૂર્યો


  • આખલાને પકડવા વન વિભાગે કર્યું રેસ્ક્યુ ઓપરેશન
  • આખલાને ટ્રાંગ્યુલાઈઝ ઈન્જેકશન આપીને બેભાન કરી પાંજરે પૂર્યો
  • ચલાલા શહેરના રહેણાંકી વિસ્તારમાં આખલાનો આંતક

અમરેલીમાં રખડતા ઢોરનો ત્રાસ દિવસેને દિવસે વધી રહ્યો છે,ત્યારે આજે વન વિભાગ દ્વારા આખલાને પકડવા કવાયત હાથધરી હતી.વેટરનરી ડોકટર દ્વારાર રહેણાંકી વિસ્તારમાં રેસ્કયુ ઓપરેશન હાથધરાયું હતુ.બે કલાકની ભારે જહેમત બાદ આ ઓપરેશન પાર પાડવમાં આવ્યું હતુ.આંખલાએ ચલાલામાં કેટલાય લોકોને ઈજાગ્રસ્ત કર્યા હોવાથી લોકો કંટાળી ગયા હતા.

ભાવનગરમાં 20 એપ્રિલ 2024ના રોજ બની આવી ઘટના

ગુજરાતના રસ્તાઓ પર હજી રખડતા ઢોરના ત્રાસ ઓછો નથી થઈ રહ્યો,ભાવનગરના કુંભારવાડા મીલની ચાલી વિસ્તારમાં રખડતા ઢોરે ચાર થી પાંચ રાહદારીઓને અડફેટે લેતા સારવાર હેઠળ ખસેડાયા છે,ત્યારે એક વૃદ્ધને વધુ ઈજા થતા સારવાર હેઠળ ખાનગી હોસ્પિટલમાં ખસેડાયા છે.શહેરમાં અવાર-નવાર રખડતા ઢોરનો ત્રાસ રહે છે,તેમ છત્તા મનપાની આંખ ઉઘડતી નથી.મનપાની નિષ્ક્રિયતા ને કારણે અનેક નિર્દોષ લોકોએ જીવ પણ ગુમાવ્યા છે.બીજી તરફ ઘટનાની જાણ ફાયર વિભાગને કરવામાં આવતા ફાયર વિભાગ દ્વારા રખડતા ઢોરોનું રેસ્ક્યુ કરવાની કામગીરી હાથ ધરવામાં આવી હતી.

19 એપ્રિલ 2024ના રોજ લુણાવાડામાં ઢોરે બાળકીને કરી ઈજાગ્રસ્ત

મહીસાગર જિલ્લાના મુખ્ય મથક લુણાવાડા શહેરમાં દિવસે ને દિવસે રખડતા ઢોરનો ત્રાસ વધી રહ્યો છે. અવાર નવાર શહેરમાં રખડતા ઢોર લોકોને ઇજાઓ પહોંચાડે છે ત્યારે આજે વધુ એક આવી ઘટના સામે આવી છે. જ્યાં એક બાળકીને રખડતા ઢોરે હુમલો કર્યો છે. જે સમગ્ર ઘટના સીસીટીવીમાં કેદ થઈ છે.રાહદારીઓ અને વેપારી દ્વારા બાળકી ને હટાવી લેતા બાળકીનો જીવ બચ્યો છે.લુણાવાડા નગરપાલિકા દ્વારા ઢોરને પકડવાની કાર્યવાહી કરવાની લોક માંગ ઉઠી છે.

પાટણમાં બે અઠવાડીયા પહેલા ઢોરે કર્યો હતો હુમલો

પાટણમાં રખડતા ઢોરોનો ત્રાસ દિવસેને દિવસે શહેરીજનો માટે અસહ્ય બની રહ્યો છે. અવારનવાર રખડતાં ઢોરો રાહદારીઓ, વાહનચાલકોને હડફેટે લેતા હોવાના કિસ્સા વધી રહ્યાં છે. ત્યારે વધુ બે નાગરિકો રખડતાં ઢોરનો શિકાર બની ગંભીર રીતે ઈજાગ્રસ્ત થયા હતા. જેથી બન્નેને સારવાર માટે શહેરની જુદી જુદી હોસ્પિટલમાં ખસેડવામાં આવ્યાં હતા.આ બાબતે મળતી હકીકત મુજબ પાટણના બળિયાપાડાના રહેવાસી હતા આ બન્ને રાહદારીઓ.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!