અમરેલીમાં પ્રદેશ પ્રમુખ સી.આર પાટીલે કાર્યકરોને આપ્યો જીતનો મંત્ર
- અમરેલીમા જિલ્લાભરના કાર્યકરો મોટી સંખ્યામાં રહ્યા હાજર
- પૂર્વ મંત્રી ભૂપેન્દ્રસિંહ ચુડાસમા, દિલીપ સંઘાણી, સાંસદ કાછડિયા સહિતના નેતા હાજર
- અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ને પાંચ લાખ મતોથી વિજય બનાવવા માટે કાર્યકરો ને હાકલ કરી
ગુજરાત ભાજપ પ્રદેશ પ્રમુખ સી.આર.પાટીલ આજે અમરેલીના પ્રવાસે છે,જયાયા બુથ પ્રમુખ કાર્યક્રતા સંમેલન યોજાયું હતુ જેમાં મોટી સંખ્યમાં કાર્યકર્તાઓ હાજર રહ્યા હતા,આ સંમેલનમાં પુર્વ મંત્રી ભુપેન્દ્ર સિંહ ચુડાસમા,સાંસદ કાછડીયા,દીલીપ સંઘાણી, કૌશિક વેકરીયા સહિતના આગેવાનો પણ હાજર રહ્યા હતા,તો સી.આર.પાટીલે અમરેલી લોકસભા બેઠકના ભાજપના ઉમેદવાર ને પાંચ લાખ મતોથી વિજય બનાવવા માટે કાર્યકરો ને હાકલ કરી હતી.
26 બેઠકો પર યોજાશે બૂથ સંમેલન
લોકસભા ચૂંટણી 2024ને લઇને ગુજરાતની 26 બેઠકો પર ભારતીય જનતા પાર્ટી દ્વારા બૂથ સંમેલન અને સભા કરવામાં આવી રહી છે. ત્યારે હવે ભાજપ દ્વારા 16 એપ્રિલ સુધી બે કે ત્રણ શક્તિ કેન્દ્ર અથવા 10થી 12 બૂથ વચ્ચે એક મોદી પરિવાર સભા યોજવાનું આયોજન કરવામાં આવ્યું છે. આ સભા 8થી 16 એપ્રિલ દરમિયાન યોજાશે. જેમાં મોદી પરિવાર સભામા 700 જેટલા વક્તાઓ વડાપ્રધાન નરેન્દ્ર મોદીએ પાછલા દસ વર્ષમા કરેલા કામોની માહિતી જનતાને આપશે.
વિવાદમાંથી બહાર આવવા કરી અપીલ
વિવિધ રાજકીય પક્ષો લોકસભા ચૂંટણીને લઇને જોર શોરથી પ્રચાર પ્રસારમાં લાગી ગયા છે. જો કે ચૂંટણી વચ્ચે વિવિધ રાજકીય પક્ષોમાં આંતરિક વિખવાદ પણ સપાટી પર આવી રહ્યા છે. ગુજરાતની વડોદરા બેઠક પણ આંતરિક વિખવાદને લઇને છેલ્લા ઘણા સમયથી ચર્ચામાં છે, ત્યારે સી. આર.પાટીલે કાર્યકર્તાઓને વિવાદોમાંથી બહાર આવવા અપીલ કરી છે.
ગઈકાલે વડોદરામાં સંમેલન હતુ
વડોદરાના રાજમહેલ રોડ પર આવેલી પોલો ક્લબ ખાતે આજે વડોદરા લોકસભાનું ભાજપનું બૂથ પ્રમુખ સંમેલન યોજાયું હતું. જેમાં પ્રદેશ ભાજપ પ્રમુખ સી.આર. પાટીલ ઉપસ્થિત રહ્યા હતા અને ભાજપના બૂથ પ્રમુખો અને કાર્યકરોને સંબોધન કર્યું હતું. આ પ્રસંગે કોંગ્રેસના 250 જેટલા કાર્યકરો ભાજપમાં જોડાયા હતા. સી.આર. પાટીલે વડોદરા લોકસભા બેઠક જિતાડવા બૂથ પ્રમુખોને આહવાન કર્યું હતું અને તેઓને કેવી રીતે આ ટાર્ગેટ પૂરો કરવો તે અંગે પણ માર્ગદર્શન આપ્યું હતું.