અમરેલી
અમરેલીમાં ફરી રાજકીય ગરમાવો, કનુ કલસરીયા સાથે કોંગ્રેસના જેની ઠુમ્મરની મુલાકાત
- કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત, વીરજી ઠુમ્મર પણ રહ્યા ઉપસ્થિત
- થોડા દિવસ પહેલા પાટીલે પણ કરી હતી બેઠક
- કનુ કલસરીયા સાથે પાટીલની મુલાકાત નિષ્ફળ હોવાની ચર્ચા
રાજ્યમાં ચૂંટણી સાથે જ પક્ષપલટોનું રાજકારણ જોવા મળી રહ્યું છે. આ વચ્ચે મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુ કલસરિયા ફરી એકવાર ચર્ચામાં આવી ગયા છે. અગાઉ તેઓ ભાજપમાં હતા જે પછી આમ આદમી પાર્ટી અને અંતે કોંગ્રેસમાં રહી ચુક્યા છે ત્યારે તેઓ ભાજપમાં જોડાવાની વાત શરૂ થઈ હતી ત્યાં હવે અમરેલીમાં કોંગ્રેસ ઉમેદવાર જેની ઠુમ્મર સાથે મુલાકાત કરતાં રાજકીય ચર્ચા તેજ બની છે.
અગાઉ કનુ કલસરિયા હવે નકારી હતી પરંતુ હવે તેઓ ભાજપમાં જોડવા તૈયાર હોવાની વાતો સામે આવી હતી ત્યાં હવે કોંગ્રેસ સાથે બેઠક કરતાં ફરી એકવાર અમરેલીનું રાજકારણમાં ગતિવિધિ જોવા મળી રહી છે. અમરેલીમાં કુન કલસરીયાએ કોંગ્રેસ પ્રમુખ પ્રતાપ દુધાત અને વીરજી ઠુમ્મરની હાજરીમાં મુલાકાત કરી છે.
થોડા દિવસો પહેલા ભાજપ પ્રદેશ પ્રમુખ સીઆર પાટીલ એ કનુ કલસરિયા સાથે બેઠક યોજી હતી પરંતુ હવે તે બેઠક નિષ્ફ્ળ નીવડી હોય તેવી વિગતો સામે આવી હતી. અમરેલી લોકસભા બેઠક હેઠળ આવતી મહુવા વિધાનસભા વિસ્તારમાં મહત્વનો ભાગ છે, જેના માટે કનુ કલસરિયા સાથે બેઠકોનો દોર યથાવત જોવા મળી રહ્યો છે.
નોંધનીય છેકે, મહુવાના પૂર્વ ધારાસભ્ય કનુભાઈ કલસરિયા લગભગ ગુજરાતમાં સક્રિય એવા ત્રણેય પક્ષોમાં રહી ચુક્યા છે. આ વચ્ચે હાલમાં તેઓ એકેય પક્ષ સાથે જોડાયેલા નથી. જયારે અગાઉ કનુભાઈબે દિવસ પહેલાં કહ્યું હતું કે ભાજપના આગેવાનોએ મારા ઘરે આવી મારી સાથે વાટાઘાટો કરી હતી, પણ મારું મન માનતું નથી. જ્યારે આજે પોતાનો વિચાર બદલાતાં કહ્યું હતું કે જો મને લડાવતા હોય તો હું વિચારીશ.