અમરેલી

અમરેલી: ચામુંડા માતાજીના મંદિર નજીકમાં જમીનમાંથી ભેદી પદાર્થ નિકળતા ચકચાર


  • વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામના લોકોમાં કુતૂહલ સાથે ભય
  • ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા
  • આગેવાનોએ તંત્રને જાણ કરી તપાસની કરી માંગ

અમરેલીમાં જમીનમાંથી કાળો પદાર્થ નીકળ્યો છે. જેમાં વડિયાના ઢૂંઢિયા પીપળિયા ગામના લોકોમાં કુતૂહલ સાથે ભય સર્જાયો છે. તેમાં ચામુંડા માતાજીના મંદિર નજીક જમીનમાંથી પદાર્થ નીકળ્યો છે. ત્યારે ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા ઉમટ્યા છે.

હોલમાંથી કોઈ કાળો પદાર્થ બહાર નીકળી જામી ગયો

આગેવાનોએ તંત્રને જાણ કરી તપાસની માંગ કરી છે. તેમજ વડીયાના ઢૂંઢિયા પીપળીયા ગામ પાસે ત્રણ કિલો મીટરના અંતરે ચામુંડા માતાજીના મંદિર નજીકમાં જમીનમાંથી કોઈ પદાર્થ નિકળ્યો છે. જેમાં ખરાબાની પથરાળ જમીનમા તિરાડો સાથે મોટા હોલ થયા છે. જેમાં હોલમાંથી કોઈ કાળો પદાર્થ બહાર નીકળી જામી ગયો છે. ગ્રામજનોને જાણ થતા લોકોના ટોળા ઉમટી પડયા અને કુતુહલ સાથે ભય સર્જાયો છે.

માંગરોળમાં રહેણાંક મકાનના ફ્ળીયામાંથી કાળા રંગનો પદાર્થ નિકળ્યો હતો

આગેવાનો દ્વારા તંત્રને જાણ કરાઈ અને ઘટનાની તપાસ કરવાની માંગ કરવામાં આવી છે. અગાઉ માંગરોળમાં રહેણાંક મકાનના ફ્ળીયામાંથી કાળા રંગનો પદાર્થ નિકળતા ભારે કુતૂહલ સર્જાયું હતું. આ વાત વાયુવેગે પ્રસરતા સ્થળ ઉપર લોકોના ટોળા ઉમટી પડયા હતા. મામલતદારે સ્થળ તપાસ કરી જી.કલેકટરને અહેવાલ મોકલ્યો છે. શહેરના પોરબંદર – વેરાવળ બાયપાસ પર જેતખમ ચોકડી પાસે ઈબ્રાહીમ મહંમદભાઈ કાદુનું મકાન આવેલું છે. જ્યાં રહેવાસીઓને ફ્ળીયામાં તિરાડો અને છીદ્રો જોવા મળ્યાં હતાં. આ ઉપરાંત ડામરની કાંકરી જેવો દેખાતો પદાર્થ નજરે પડયો હતો. જમીનમાંથી નીકળી દ્રવ્ય દિવાલ અને ડેલા પર પણ ચોંટી ગયાના નિશાન દેખાતા હતા. ગભરાયેલા પરિવારે આગેવાનોને જાણ કરી હતી. દરમ્યાન ભૂગર્ભમાં ભેદી હલચલ, જમીનમાંથી લાવા, ડામર જેવી કાંકરીઓ, ગરમ દ્રવ્ય બહાર આવ્યાની વાતો વચ્ચે અનેક તર્ક વિતર્કો શરૂ થતાં ઘટના સ્થળે લોકોના ટોળા ઉમટી પડયા હતા. દરમ્યાન મામલતદારને જાણ કરાતા તેઓ પણ દોડી આવ્યા હતા. 



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!