અમરેલી

લૂંટેરી દુલ્હનથી સાવધાન: યુવતી લગ્નના 10માં દિવસે લૂંટ કરી ફરાર થઇ


  • અમરેલીના બગસરામાં લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ
  • લૂંટેરી દુલ્હન યુવકના 1.70 લાખ પડાવીને રફુચક્કર
  • લૂંટેરી દુલ્હન અને એક પુરુષ સામે નોંધાઈ ફરિયાદ

અમરેલીના બગસરામાં લૂંટેરી દુલ્હન સામે ફરિયાદ કરવામાં આવી છે. જેમાં લૂંટેરી દુલ્હન યુવકના રૂપિયા 1.70 લાખ પડાવીને રફુચક્કર થઇ છે. તેમજ લૂંટેરી દુલ્હન અને એક પુરુષ સામે ફરિયાદ નોંધાઈ છે. સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી છે.

સમગ્ર મામલે પોલીસે વધુ તપાસ હાથ ધરી

અમરેલીના બગસરા પોલીસ સ્ટેશનમાં લુંટેરી દુલ્હન સામે ગુન્હો નોંધાયો છે. જેમાં બગસરના જેઠીયાવદર ગામના વ્યક્તિએ ભરૂચની એક મહિલા સાથે લગ્ન કર્યા હતા. તેમાં મહિલા દસેક દિવસ રહીને રૂ. 1,70000 લઈને પલાયન થઈ ગઇ છે. ત્યારે બગસરા પોલીસે લુંટેરી દુલ્હનને પકડવા ચક્રો ગતિમાન કર્યા છે.

લગ્નના બહાને છેતરપીંડી કરનારાઓની ગેંગ

પુરુષોની સામે સ્ત્રીઓની સંખ્યા ઓછી છે, જેને કારણે પુરુષોને લગ્ન માટે કન્યાઓ ઓછી મળે છે. આવામાં પુરુષોને અન્ય સમાજની યુવતીઓ લાવવી પડે તેવી ગુજરાતમાં સ્થિતિ ઉભી થઈ છે. પરંતુ આ સ્થિતિનો ગેરલાભ ઉઠાવનારા માર્કેટમાં વધી રહ્યાં છે. લગ્નના બહાને છેતરપીંડી કરનારાઓની ગેંગ પુરુષોના પરિવારને છેતરે છે. દર વર્ષે આવા અનેક કિસ્સા બને છે. અનેક પુરુષો લૂંટેરી દુલ્હનને કારણે લૂંટાય છે.



Related Articles

Leave a Reply

Your email address will not be published. Required fields are marked *

Back to top button
error: Content is protected !!